શ્રી અમિતભાઈ ચાવડાનાં જન્મદિવસ નિમિત્તે આયોજિત ધ્વજારોહણ કાર્યક્રમ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાનો જન્મદિવસ અંબાજી ખાતે કાર્યકર્તાઓ દ્વારા ઉજવવામાં આવ્યો. વહેલી સવારે સૌ પ્રથમ અમિત ચાવડાએ અને કાર્યકર્તાઓએ અંબાજી ગબ્બર પર અંબાજીમાંની જ્યોતના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગુરુજી વાટિકા ખાતે સૌપ્રથમ ધજાનું પૂજન કરેલ હતું આ ધજા પૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહજી સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરી, ભારતીય રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈ, દાતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, ધારાસભ્ય શ્રી ગુલાબસિહ ચૌહાણ પૂર્વ સાંસદ શ્રીમતી અલકાબેન ક્ષત્રિય, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા, શ્રી ભીખાભાઇ રબારી, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનસિંહ ઠાકોર, શ્રી લાખાભાઈ ભરવાડ, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી નાથાભાઇ પટેલ, શ્રીમતી ચન્દ્રીકાબેન બારૈયા, ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી જેનીબેન ઠુંમર, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા શ્રી અમિત નાયક સહિત વિવિધ ફ્રન્ટલ, સેલ સંગઠનના પ્રમુખો જિલ્લા પ્રમુખશ્રીઓ, શહેર પ્રમુખશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓઓ હાજર રહી ધજા પૂજન કરીને દેશ અને ગુજરાતની સુખાકારી માટે માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરી હતી.














