રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા અર્જુન મોઢવાડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા માં રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોં ત્રિવેદી સાથે કોવિડ દર્દીઓની સારવાર, ઓક્સિજન સપ્લાય, આઈસીયુ બેડ, વેંટીલેટર ના અભાવ અંગે ચર્ચા કરી. રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ અપુરતી સુવિધાઓના અભાવે રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની મોટી લાઈનો લાગે છે. દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવા કલાકો સુધી રઝળવુ પડે છે, જે દરમિયાન સારવારમાં વિલંબના કારણે દર્દીઓ જીવ પણ ગુમાવે છે. ત્યારે હોસ્પિટલના અધિક્ષક સમક્ષ કોઈપણ દર્દીની સારવારમાં વિલમ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરી. સાથે જ જરૂરી મદદ પુરી પાડવાની ખાતરી આપી. મુલાકાત વખતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી, શ્રી મહેશભાઈ રાજપુત, શ્રી વશરામ સાગઠીયા અને શ્રીમતી ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા