મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પત્ર સુપ્રત કરતા કોંગ્રેસ આગેવાનો

ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે તેની સામે તાત્કાલીક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવા અને તપાસ બાબતે ગુજરાત કોગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી જગદીશ ઠાકોર, શ્રી શૈલેશ પરમાર, શ્રી સી. જે. ચાવડા, શ્રી વીરજી ઠુમ્મર, તેમજ શ્રી નીશિતભાઈ વ્યાસ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીની મુલાકાત કરી અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.