ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તથા સેવાદળ સ્થાપના દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૯માં સ્થાપના દિવસની તેમજ કોંગ્રેસ સેવાદળના ૧૦૦માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ શ્રી હિંમતસિંહ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલા સહિત સેવાદળ અને દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.









