ગુજરાત કોંગ્રેસના સોશ્યલ મીડિયા વિભાગની મીટીંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં રાજીવ ગાંધી ભવન ખાતે સોશ્યલ મીડિયા વિભાગ ની અગત્ય ની મીટીંગ મળી હતી. આ મીટીંગ માં રાષ્ટ્રીય પ્રવક્તા અને સોશિયલ મીડિયા વિભાગના પૂર્વ રાષ્ટ્રીય ચેરમેન શ્રી રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ મનીષ દોશી અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કોંગ્રેસ માટે સતત લડાઈ લડતા યોદ્ધાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.