કોંગ્રેસ પક્ષ દ્વારા “જન ઘોષણા પત્ર- ચૂંટણી ઢંઢેરા”ને પ્રકાશિત કરવામાં આવ્યો

વિધાનસભા – ૨૦૨૨ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ ગુજરાતના નાગરિકોની આશા અને અપેક્ષાઓને ધ્યાનમાં લઈ જન ઘોષણા પત્ર ચૂંટણી ઢંઢેરાને રાજસ્થાનનાં માનનીય મુખ્યમંત્રીશ્રી અશોક ગહલોતજી, રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિત ચાવડા, રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી અને મેનીફેસ્ટો કમિટિના ચેરમેનશ્રી દિપક બાબરીઆ સહિતના મહાનુભાવોએ આજ રોજ ગુજરાતના નાગરિકો માટે જન ઘોષણા પત્ર ચૂંટણી ઢંઢેરા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.