એસ.સી., એસ.ટી, ઓ.બી.સી. તથા લઘુમતી વિભાગની સંવાદ બેઠક
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અલ્પસંખ્યક વિભાગની અગત્યની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શ્રી કે. રાજુ જી ના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, ધારાસભ્યશ્રી તુષારભાઈ ચોધરી, શ્રી લાલજીભાઈ દેસાઈ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી હિતેન્દ્રભાઈ પીઠડીયા, શ્રી ઘનશ્યામભાઈ ગઢવી, શ્રી વજીરખાન પઠાણ, શ્રી ઉત્તમભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્યશ્રીઓ આનંદ ચૌધરી, શ્રી ચંદ્રિકાબેન બારૈયા, મો.જાવેદ પીરઝાદા, શ્રી નૌશાદભાઈ સોલંકી, પૂર્વ સંસાદશ્રી પ્રભાબેન તાવીયાડ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનશ્રીઓ ની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ની મહત્વની બેઠકમાં સર્વસંમતી સાથે ત્રણ ઠરાવો પસાર કર્યા હતા.

































