ભારતમાં રાજનીતિ ખૂબ ગંદી થઈ વડાપ્રધાન મોદીનું મનમોહનસિંહ અંગે નિવેદન અયોગ્ય : રાહુલ ગાંધી
અમદાવાદ, તા.૧ર
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે દેશમાં રાજકીય વાણી વિલાસનું જોર વધી રહ્યું છે. અમદાવાદમાં પત્રકાર પરિષદ સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું અંગત રીતે દેશમાં રાજકીય વાણી વિલાસને બદલવા માંગીશ તે ખૂબ જ ખરાબ અને બીભત્સ છે. રાહુલે આગળ કહ્યું કે વડાપ્રધાન મારા વિશે ખોટી વાતો બોલે છે. મારા વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે. પણ હું તેમના વિશે ખરાબ નહીં બોલું. હું તેમના હોદ્દાનું સમ્માન કરું છું.
મોદી એકવાર પણ પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચારનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. જે રીતે મણિશંકર મોદી વિશે બોલ્યા મેં સ્પષ્ટ કરી દીધું કે મોદી દેશના પીએમ પણ છે. તેમના વિશે ખોટા નિવેદનો નહીં ચાલે. મણિશંકરને સસ્પેન્ડ કરી દીધા. મનમોહનસિંહ પર વડાપ્રધાનનો જવાબ યોગ્ય નથી. તેમણે દેશ માટે ઘણુ કામ કર્યું છે.
ગાંધીએ વધુમાં જણાવ્યું કે, પાર્ટીનો અધ્યક્ષ બન્યા બાદ મારું સૌથી પહેલું કામ એ હશે કે, પાર્ટી માટે એક મજબૂત માળખું તૈયાર કરું અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ ગુજરાત ચૂંટણી જીતશે. મારી પ્રથમ પ્રાથમિકતા પાર્ટીની મજબૂતી છે અને એ તમને ગુજરાતમાં દેખાશે. રાહુલે કહ્યું કે મોદી સીટલેનમાં ઉડવા માંગે છે. તે સારી વાત છે. પરંતુ સવાલ છે કે, ગુજરાતની જનતા માટે તેમણે શું કર્યું ? ગુજરાતના ૩૦ લાખ લોકો બેરોજગાર છે. તમે ગુજરાતની હોસ્પિટલોમાં ડૉક્ટરોને તૈનાત કર્યા તેના પર તેઓ શું કહે છે હા કે ના.
Source: http://www.gujarattoday.in/india-ma-rajniti-khub-gandi-thai/