ગુજરાતના ખેડૂતોને છેતરી મોદી સરકારે ઉદ્યોગપતિઓને લાભ કરાવ્યોઃ રાહુલ ગાંધી
ભરૂચઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા તબક્કાના ગુજરાત પ્રવાસનો વડોદરાથી શરૂ થયો હતો. ત્રણ દિવસ સુધા ચાલનારા આ પ્રવાસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા રાહુલ ગાંધી જંબુસર ખાતે પહોંચ્યા હતા. અહીંથી તેઓ જાહેરસભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, મોદી સરકાર માત્ર 10-15 ઉદ્યોગપતિઓનું વિચારે છે. ખેડૂતોનું દેવું દૂર કરવા માટે માત્ર 33 હજાર કરોડની જરૂર છે. જે માત્ર એક ઉદ્યોગપતિને આપીને ખેડૂતો સાથે દગો કર્યો. જે ટાટા નેનો માટે સરકારે લોન અને જમીન આપી એ નેનો આજે ગુજરાત કે દેશના રસ્તાઓ ઉપર ક્યાંય જોવા નથી મળતી.
ગુજરાતમાં આજે ચારેબાજુથી લોકો દુઃખી
ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ આંદોલનોનો ઉલ્લેખ કરતાં રાહુલગાંધીએ જણાવ્યું કે, ગુજરાતમાં આજે ચારેબાજુથી લોકો દુઃખી છે. તમામ દિશાઓમાંથી આંદોલનની હવા ચાલી જે દર્શાવે છે કે લોકો દુઃખી છે. દરેક સમાજમાં ગુસ્સો અને ફરિયાદો છે. જ્યારે ગુજરાતના ઉદ્યોગપતિઓની કોઈ ફરિયાદ નથી. તેમનાં કોઈ આંદોલન નથી. કારણ કે તેઓ મોદી સરકારને સમર્થન આપી રહ્યા છે.
ગરીબોને શિક્ષણ નથી મળતું
નોટબંધી અને યુવાર રોજગાર અંગે પણ રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લીધી હતી. જ્યારે ગુજરાતની 90 ટકા કોલેજો ઉદ્યોગપતિઓના હાથમાં છે. યુવાનોને શિક્ષણ માટે પહેલાં ફી માટે રૂપિયા કાઢવા પડે છે. પ્રાઈવેટ કોલેજોનું પ્રમાણ વધ્યું છે. એટલે ગરીબોને શિક્ષણ નથી મળતું. નોટબંધીથી જૂની નોટો રદ્દી થઈ ગઈ. કાળુ નાળું બહાર નથી આવ્યું. જેમણે અર્થવ્યવસ્થામાં ગરબડ કરી તેઓ વિદેશમાં જલસા કરી રહ્યા છે. તેમને સરકાર પકડી નથી શકી.
Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-infog-rahul-gandhi-address-first-public-meeting-of-third-round-gujarat-visit-gujarati–.html?ref=ht