PMનું કામ દેશ ચલાવવું છે બહાના બનાવવાનું નહીં : રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ કેટલાય દિવસોથી કહી રહી છે કે, આ સરકાર ગરીબો, ખેડૂતો અને મજૂરોની નથી.  હવે તો ઉદ્યોગપતિઓ પણ ફરિયાદ કરવા લાગ્યા છે કે, મોદી સરકાર અમારા માટે કોઇ કામ નથી કરી રહી.  વડાપ્રધાનનું કામ બહાના બનાવવાનું નથી હોતું દેશ ચલાવવાનું હોય છે.

રાહુલ ગાંધીએ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે,  પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષોએ મને જણાવ્યું હતું કે ગરીબો માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી નીતિઓમાં ભાજપ કેવી રીતે વિઘ્નો ઉભા કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભાજપ સરકારના માત્ર 4-5 ધનપતિ મિત્રોના હિતમાં જ કામ કરવા નથી દેતી.

http://www.sandesh.com/article.aspx?newsid=3226828