PMના વતનમાં જ મેડિકલ કોલેજની આ હાલત?, NSUIના આવેદને ખોલી પોલ

– કોલેજ કે કેજી? બેન્ચીસ વિનાની સાયન્સ કોલેજ,ભોંય પર ભણો
– વડનગરમાં મેડિકલ કોલેજના સપ્તરંગી સ્વપ્ન વચ્ચેની વાસ્તવિકતા
– વડાપ્રધાનના વતનમાં જ આ હાલત? ગુજરાતીઓ ક્યાંથી સાયન્સમાં આગળ વધે?
– એનએસયુઆઇના આવેદને ખોલી પોલ, સરકારી દાવાની માહેં છે પોલમપોલ
બાલમંદિરનાં ભૂલકાંઓ માટે પણ ભલે બેન્ચીસ હોય પણ વડનગરની સાયન્સ કોલેજના છાત્રો આજની તારીખમાં પણ ભોંય પર પલાંઠી મારીને ભણી રહ્યા છે. ચોંકી ના જશો, આ એજ વડનગરની વાત છે, જ્યાં મેડિકલ કોલેજનાં સોહામણાં શમણાં સરકાર બતાવી રહી છે અને આ એ જ વડનગર છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.
મહેસાણા એનએસયુઆઇ દ્વારા સોમવારે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમાં આ કડવી હકિકતનો ઘટસ્ફોટ થયો છે. વડનગરની સરકારી સાયન્સ કોલેજના 510 વિદ્યાર્થીઓને જમીન પર બેસીને પ્રેક્ટિકલ સહિતનો અભ્યાસ કરવો પડે છે. એટલું જ નહીં, અહીંયા બિલ્ડીંગ નથી, લેબ નથી એટલે લેબ આસિસ્ટન્ટ હોવાનો તો સવાલ જ નથી. પ્રોફેસરોની પણ અછત છે, કેમ્પસમાં પીવાના પાણીની સુવિધા નથી અને કોલેજ સુધી પહોંચવાના રસ્તા પણ ખરાબ છે.http://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-pm-modis-hometown-vadnagar-medical-college-student-learn-without-benches-5126776-PHO.html