PMએ કાળાનાણાંને સફેદ કરવા માટે ફેયર એન્ડ લવલી સ્કીમ ચલાવી છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકસા પ્રહારો કર્યા હતા. અનેક હુમલાઓ કરતા કહ્યું હતું કે, દેશનો મતલબ માત્ર વડાપ્રધાન નથી થતો, મોદી પોતાને દેશ સમજવાની ભુલ ન કરે. આ ઉપરાંત જેએનયુ, બેલ્ક મની, મોદીના પાકિસ્તાન પ્રવાસ જેવા અનેક મુદ્દાઓ ઉપર રાહુલ ગાંધી લોકસભામાં બોલ્યા હતા.
રાહુલ ગાંધીના લોકસભાના ભાષણની હાઇલાઇટ્સ
- સરકારે બ્લેક મનીની ઘોષણાની તક આપવા ઉપર સરકારે મજાક ઉડાવી છે
- પીએમે કાળાનાણાંને સફેદ કરવા માટે ફેયર એન્ડ લવલી સ્કીમ ચલાવી છે
- મોદીજીએ નવાજ શરીફ સાથે ચાય પાણી કર્યા, કોઇને જણાવ્યા વગર પાકિસ્તાન ચાલ્યા ગયા
- અમે કાશ્મીરમાં ઘુસણખોરી ખતમ કરી હતી, યુવીએના કામથી અમને ગર્વ છે
- અમે મુંબઇ હુમલામાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઘેરાવ કર્યો હતો અને આ મુદ્દે વિપક્ષની પણ સલાહ માંગી હતી
- વડાપ્રધાન માત્ર પોતાના વિચારથી દેશ નથી ચાલતો
- દેશ વડાપ્રધાન નહીં અને વડાપ્રધાન દેશ નથી
- દેશવાસિયોના સમ્માનમાં ઝંડાનું સમ્માન છે
- કયા ધર્મમાં લખ્યું છે કે, શિક્ષક અને અધ્યાપકોને મારવા જોઇએ
http://www.sandesh.com/article.aspx?newsid=3236778