અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ: પરેશ ધાનાણી
અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેવા માહોલમાં પક્ષમાં જ સિનિયોરિટીને લઈને છુપો વિવાદ ઉભો થયો છે.
બીજીતરફ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે એક નિવેદનમાં પરેશ ધાનાણીને કોંગ્રેસના વિરોધપક્ષના નેતા બનાવવા આડકતરી માંગ કરતા પરેશ ધાનાણી પાટીદાર હોવાનું કહ્યું હતું અકિલા તેવામાં પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું કે, ખબરદાર કોઈએ પણ જાતિ અને ધર્મના નામે રાજકીય રોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજીત કરનારી શક્તિઓને સમર્થન આપવું જોઈએ નહીં.
હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાતી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ અનુભવુ છું.!
Source: http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68252