વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનું નામ આવતીકાલે થશે જાહેર

અમદાવાદ, તા. 03 ડિસેમ્બર 2018, બુધવાર

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસી શકે તેટલું સંખ્યાબળ મળી ગયું છે. ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અંગે આજે કોંગ્રેસમાં મંથન થવાનું છે. જેમાં આવતીકાલે વિરોધ પક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જેમાં આ નિર્ણય લેવાયો છે.

આ બેઠકમાં કોંગ્રેસના નિરીક્ષકો કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી નામે અંગે સમીક્ષા કરાશે અને આવતીકાલે આ નામની જાહેરાત થશે. કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓની હારથી વિરોધ પક્ષના નેતાની રેસમાં અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમજ કુંવરજી બાવળીયા અને પુંજા વંશના નામ આગળ છે. અત્રે નોંધનીય છે કે, પ્રદેશ કોંગ્રેસના નેતા આજે ધારાસભ્યો સાથે બેઠક કરી વિરોધ પક્ષના નેતાના નામ પર મંજુરીની મહોર લાગશે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congresss-mantra-for-leader-of-opposition-today