પાટીદાર સમાજ પાસે નીતિન પટેલ માગે માફીઃ મનીષ દોશી

November 22, 2017, 6:15 pm

ગુજરાતઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં પાટીદાર સમાજને મુર્ખ ગણાવ્યાનાં નિવેદન મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ડે. સીએમ નીતિન પટેલે પાટીદાર સમાજનું અપમાન કર્યુ છે. પાટીદાર સમાજ પાસે નીતિન પટેલ અચૂકથી માફી માંગે. બીજી તરફ એમ પણ કહ્યું કે, ભાજપે નીતિન પટેલને મુખ્યમંત્રી ના બનાવીને મુર્ખ બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડે. સીએમ નીતિન પટેલનાં પાટીદાર સમાજનાં નિવેદનને લઇ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ તેમના પર આકરી પ્રતિક્રિયા આપી છે. જેને અંગે પાટીદાર સમાજનાં અપમાન મુદ્દે નીતિન પટેલ જરૂરથી સમગ્ર સમાજની માફી માગે. સાથે ભાજપને લઇ એવો કટાક્ષ પણ કર્યો કે ભાજપે નીતિન પટેલને મુખ્યમંત્રી ન બનાવતા નીતિન પટેલને ભાજપે મુર્ખ બનાવ્યા છે.

Source: http://sambhaavnews.com/gujarat/congress-manish-doshi-demands-apology-over-fools-comment-on-patidars-from-dy-cm-nitin/