NCERT દ્વારા કરાયેલ શિક્ષણની ગુણવત્તાના સર્વેમાં : 20-04-2016

ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય સંલગ્ન નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT) દ્વારા દેશના સી.બી.એસ.ઈ, આઈ.સી.એસ.ઈ. તથા રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સેમ્પલ સર્વે અન્વયે લેવાયેલ પરિક્ષા નાગાલેન્ડ, કર્ણાટક, બંગાળ, ઓરિસ્સા સહિત રાજ્યો કરતાં પણ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઘણું જ પાછળ ધકેલાઈ ગયું છે. તેના માટે ભાજપ સરકારના દિશા વિહીન શિક્ષણ વિભાગ જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, એન.સી.ઈ.આર.ટી. એ તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રાજ્યોમાં દોરણ-૧૦ ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા ચકાસવા માટે ૩૩ રાજ્યના વિવિધ બોર્ડ અને બે રાષ્ટ્રીય બોર્ડની ૭૨૧૬ શાળાઓના ૨૭૭૪૧૬ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ વિજ્ઞાન અને ભાષા એમ કુલ પાંચ વિષયના મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન દ્વારા જે પરિણામો મળ્યાં છે તે ગુજરાતના શિક્ષણ વિભાગની વાસ્તવિક સ્થિતિને ખુલ્લી પાડે છે. ગુણોત્સવ, પ્રવેશોત્સવ સહિતના ઉત્સવો પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે પરંતુ વાસ્તવમાં શિક્ષણની ગુણવત્તામાં ગુજરાત રાજ્ય દેશના અન્ય રાજ્યો કરતાં ઘણું જ પાછળ ધકેલાઈ ગયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note