મુંબઈ-ગોવા હાઇવે પર કોંગ્રેસ તરફથી આજે ૧૧ ઠેકાણે રસ્તા રોકો આંદોલન
મુંબઈ, તા. 26 નવેમ્બર, 2017, રવિવાર
મોતના મહામાર્ગ તરીકે બદનામ મુંબઈ-ગોવા હાઇવેને પહોળો બનાવવાના રખડી પડેલા કામના વિરોધમાં કોંગ્રેસ તરફથી આવતી કાલે સોમવારે ૧૧ ઠેકાણે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. આને લીધે મુંબઈ અને ગોવા વચ્ચેનો વાહન-વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે.
કેન્દ્રના પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ મુંબઈ-ગોવા હાઇવેની હાલત સુધારવાની વારંવાર ઘોષણા કર્યા છતાં રસ્તાને પહોળો બનાવવાની યોજનામાં ખાસ પ્રગતિ નથી થઈ તેના વિરોધમાં રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ આ ત્રણ જિલ્લામાં ૧૧ ઠેકાણે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.
આ હાઇવે પર અકસ્માતનો ભોગ બનનારાની સંખ્યા વધતી જાય છે અને ૫૫ જગ્યાએ જોખમી ખાડા પડેલા છે. છતાં પણ સરકાર રસ્તાને પહોળો બનાવવાની કામગીરી તરફ દુર્લક્ષ સેવે છે એવી ટીકા કોંગ્રેસી નેતા હુસેન દલવાઈએ કરી હતી.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai/stop-the-road-at-11-locations-from-today-on-the-mumbai-goa-highway