MSU-UGS પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં NSUI નો ભવ્ય વિજય
- MSU-UGS પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં NSUI નો ભવ્ય વિજય
- ભાજપ પ્રેરિત ABVP ની શરમજનક હાર, નોટા (NOTA) કરતા પણ ઓછા મત મળ્યા
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામા યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણી UGS ના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષ ની વિધાર્થી પાંખ NSUI ના વ્રજ પટેલની જીત થઈ છે. આ જીત સાબિત કરે છે કે ગુજરાતનો યુવા વર્ગ ક્યા પક્ષની વિચારધારામાં વિશ્વાસ કરે છે. ભાજપ ની વિધાર્થી પાંખ ABVP નો સફાયો થયો અને શરમજનક રીતે નોટા (NOTA) કરતા પણ ઓછા મત મળ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ ટીમ NSUI ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ જીતે સાબિત કરી દીધું છે ગુજરાતના યુવા વર્ગે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ કર્યો છે અને તેને સાર્થક થાય તેવા પ્રયત્નો હંમેશા રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો