રાહુલ ગાંધી: મોદીજી, ગુજરાતમાં તમને પ્રેમથી હરાવવા જઈ રહ્યાં છીએ
Dec 11, 2017, 03:22 AM IST
અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે ગુજરાતમાં 26મા મંદિરે પહોંચ્યા. તેમણે ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં દર્શન કર્યા. તેઓ જ્યારે દર્શન કરી બહાર નીકળ્યા ત્યારે સૈકડો લોકોની ભીડ ત્યાં હતી. તેમણે લોકોનું અભિવાદન કરી હાથ હલાવ્યો હતો. ત્યાં હાજર લોકોએ મોદી-મોદીના સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ત્યારબાદ રાહુલ પોતાની કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા.
રવિવારે સાંજે કલોલમાં એક રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું કે મોદીજી ગુજરાતમાં અમે તમને પ્રેમથી, ગુસ્સા વિના હરાવવા જઈ રહ્યા છીએ. રાહુલે ફરી દોહરાવ્યું કે મોદીજી સતત તેમની વિરુદ્ધ ભાષણ આપી રહ્યા છે. આજે પણ તેમણે એવું જ કર્યું. રાહુલ ગાંધી વડા પ્રધાન પદનું ગૌરવ જાળવે છે. પીએમ તેના વિશે શું બોલે છે તેનાથી તેમને કશો ફેર પડતો નથી.
તેઓ તેમને કંઈ કહેશે પણ નહીં તેવું તેમને ઉમેર્યું હતું. રાહુલે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતની વિકાસયાત્રા નિષ્ફળ ગઈ છે. મોદીજી કહે છે કે કોંગ્રેસને તેમને દેશમાંથી હટાવી દીધી છે તો અડધું ભાષણ કોંગ્રેસ વિશે શા માટે કરે છે. રાહુલે ફરી કહ્યું કે આ ચૂંટણી ન તો મોદી વિશે છે કે ન તો કોંગ્રેસ વિશે. આ ચૂંટણી ગુજરાતની જનતાના ભવિષ્યમ માટે છે.
રાહુલ ગાંધી રવિવારે ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયના દર્શને પહોંચ્યા હતા. આ એમનું 26મું મંદિર દર્શન હતું. મંદિરના શિખર પરની ધજાવિધિ દરમિયાન તેમણે લહેરાતી ધ્વજા સામે પંજાનું રક્ષણ કરવા બંને હાથ જોડીને દર્શન કર્યા હતા.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-rahul-modi-is-going-to-defeat-you-in-love-with-gujarat-gujarati-news-5766212-PHO.html?OF15=