શહેર અને જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધી વિરોધ દેખાવ 05-01-2017

નોટબંધી બાદ ઉભી થયેલી અરાજક્તા અવ્યવસ્થામાં પ્રધાનમંત્રીશ્રીએ આપેલ ૫૦ દિવસ પૂરા થયા પછી પ્રજાને પડતી હાલાકીમાં ઘટાડો થવાને બદલા વધારો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આપેલ આહવાનના પગલે ગુજરાતમાં ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને ધરણાં-ઘેરાવનો કાર્યક્રમ કર્યો હતો અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.