MD – ગરીબ-મધ્યમ વર્ગ સામે થઈ રહેલા અન્યાય સામે રાજ્ય વ્યાપી ધરણાં : 21-03-2016

  • ભાજપ સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાં
  • રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં તા. ૨૮-૦૩-૨૦૧૬ ને સોમવારે ધરણાં યોજાશે.

ભાજપ સરકાર દ્વારા ગરીબ-મધ્યમ વર્ગને થઈ રહેલાં અન્યાય સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં તા. ૨૮-૦૩-૨૦૧૬ ના રોજ સોમવારે યોજાનાર ધરણાં અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્રજા માટે અચ્છે દિન લાવવાના અનેક વાયદા સાથે સત્તામાં આવેલી મોદી સરકાર તેમની સત્તાના દોઢથી પોણા બે વર્ષના કાર્યકાળમાં પ્રજા માટે ““અચ્છે દિન” તો દૂર ”“અચ્છે કલાક” પણ લાવી શકી નથી. આ સરકારે ““મોંઘવારીના માર” જેવા સૂત્રો સાથે જે વચનો આપેલ તેના માટે કોઈ પણ પગલાં લેવાને બદલે મધ્યમ વર્ગની બચતના વ્યાજ પર કાપ મૂકીને સરકારે મધ્યમ વર્ગને હળાહળ અન્યાય કર્યો છે. સરકારે છ નાની બચત યોજનામાં વ્યાજ ઘટાડીને ગરીબ-મધ્યમ વર્ગની જીવાદોરી પર તરાપ મારી છે. બીજી તરફ ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ઝીંકીને મધ્યમ વર્ગની કમર તોડી નાંખી છે. જુદા જુદા રૂપકડાં નામે ટેક્ષ વધારીને પ્રજાના અગંત બજેટ પર કાતર ફેરવી દીધી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note