પૂર્વ વડાપ્રધાન મનમોહને એ. રાજા સમક્ષ નિર્દોષ છૂટયાની ખુશી વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ૪ જાન્યુઆરી 2018, ગુરુવાર

૨-જી કૌભાંડમાં નિર્દોષ છૂટેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખીને સમર્થન માગ્યું હતું. તેમણે પત્રમાં લખ્યું હતું કે, પોતે અનેક વાર નિર્દોષ હોવાનું જણાવેલું. મેં બધું જ રાષ્ટ્રીય હિતમાં કરેલું. હું તમારી મજબૂરી સમજું છું. હવે તમે મારા ખુલ્લા સમર્થનમાં આવી શકો છો. મારા કેસથી યુપીએને નુકસાન થયું છે અને મારા પણ સાત વર્ષ બગડયા છે.

એ. રાજાએ પૂર્વ સાથી મંત્રીઓ અંગે રોષ ઠાલવતા લખ્યું કે પોતે મનમોહનસિંહના સૌથી વધુ વફાદાર મંત્રી હતા.

એ. રાજાએ લખેલા પત્રનો જવાબ આપતા લખ્યું હતું કે, પોતે સીબીઆઇ કોર્ટના ચુકાદાથી ખુશ છે. ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારના પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજાએ નિર્દોષ છૂટયા બાદ એમ પણ જણાવ્યું હતું કે, સ્પેક્ટ્રમ ફાળવણી વખતે દેશને નુકસાન થયાની અફવા ફેલાવવામાં આવી હતી.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/former-prime-minister-manmohan-singh-expressing-happiness-to-the-king-in-front-of-the-innoc