ભાજપે નો રિપીટને બદલે રિપીટ થીયરી અપનાવવી પડી : દોશી

BJPનાં ઉમેદવારો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે ભાજપે ટિકિટ વિતરણમાં નો રિપીટને બદલે રિપીટ થીયરી અપનાવવી પડી છે. તેમાંયે ખરીદેલા MLAને BJPએ ટીકિટ આપી છે. BJPએ સોદાબાજીનું સૌથી મોટું ઉદાહરણ પુરૂ પાડ્યું છે છે. પ્રજા અને પક્ષદ્રોહીઓને લોકો સબક શીખવાડશે.

મનિષ દોશીએ કહ્યું હતું કે BJPનો ખરીદ – વેચાણનો કદરૂપો ચેહરો ખુલ્લો પડ્યો છે. CM, Dy CM વચ્ચે કબડ્ડીની રમત ચાલે છે.

Source: http://sandesh.com/bjp-forced-to-adopt-repeat-theory-instead-of-says-congress-493173-2/