કોરેગાંવ હિંસાનો નાદ લોકસભામાં ગૂંજ્યો, PM કેમ મૌની બાબા બની ગયા છે?: ખડગે

નવી દિલ્હી, તા. 3 જાન્યુઆરી 2018 બુધવાર

ગત ત્રણ દિવસથી મહારાષ્ટ્ર જાતીય હિંસાની આગમાં બળી રહ્યું છે. એક બાજુ મહારાષ્ટ્રમાં બંધનું એલાન કરવામાં આવ્યુ છે ત્યાંજ લોકસભામાં પણ મહારાષ્ટ્ર બંધના મુદ્દાને વિપક્ષની પાર્ટીઓએ ઉછાળ્યો છે.

મહારાષ્ટ્ર બંધ મામલે સરકારને ઘેરવાનું કામ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું. મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં હુલ્લડો થઈ રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો કે આ સમગ્ર મામલો કોણ વધારી રહ્યું છે. સમાજના ભાગલા પાડવા માટે કટ્ટર હિંદુત્વવાદી જે ત્યાં આરએસએસના લોકો છે. આ બધા જ હોબાળા પાછળ તે લોકોનો જ હાથ છે.

આ હુલ્લડો ફેલાવવાનું કામ તે લોકોએ જ કર્યું છે. ભાજપ હુલ્લડો ફેલાવીને શાસન કરવાની રાજનીતિ કરી રહી છે. મલ્લિકાર્જુને કહ્યું #BhimaKoregaonViolence મામલે સુપ્રીમ કોર્ટના જજે તપાસ કરવી જોઈએ અને વડાપ્રધાને પણ આ બાબતે કંઈ બોલવુ જોઈએ. મહારાષ્ટ્ર બળી રહ્યુ છે અને વડાપ્રધાને આ રીતે ચૂપ રહેવુ જોઈએ નહીં. તે આવા મામલામાં જ મૌની બાબા બની જાય છે.

સરકાર તરફથી આ મામલાને યુનિયન પાર્લામેન્ટરી અફેયર મિનિસ્ટર અનંત કુમારે સંભાળ્યો. અનંત કુમારે કહ્યું કે કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોના નિયમ પર કામ કરી રહ્યુ છે. જ્યારે મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ માટે કામ કરી રહી છે તેમજ દેશને સાથે લઈને ચાલવાની વાત કહી છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/bhima-koregaon-violence-in-loksabha-mallikarjun-kharge-said-pm-can-t-stay-mum