દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે: કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય
Dec 13, 2017, 12:43 AM IST
ગરબાડા, લીમખેડા: દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડામાં કોંગી સાંસદ જ્યોતિરાજે સિંધિયાની જાહેર સભા યોજાઇ હતી. જેમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસને મત આપી કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જાહેર સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડાના મેઇન બજારમાં જ્યોતિરાજે સિંધિયાએ જણાવ્યું હતું કે,ઇન્સાન પસ્ત, કિસાન ગ્રસ્ત અને મોદીજી વિદેશમાં મસ્ત. ફસલ વીમા યોજનામાં ખેડૂતોના ખાતામાંથી પ્રીમિયમમાં પૈસા કાપવામાં આવે છે જ્યારે ફસલ વિમાની માંગણી કરાય છે. ત્યારે ખેડૂતોને ચાર રૂપિયાનો ચેક પકડવાવવામાં આવે છે. આને કહેવાય પ્રધાનમંત્રી ફસલ યોજના. દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. 12000 ખેડૂતોએ આત્મા કરી.
ગરબાડા અને લીમખેડામા કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્યની જાહેરસભા યોજાઇ
મન્દસોરમાં પણ છ ખેડૂતોને લાઇનમાં ઉભા કરી ગોળીથી ઉડાવી દેવાયા. ત્યારે મે પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી ભાજપની સરકારને ઉખેડીને નહીં ફેકીએ ત્યાં સુધી ફુલની માળા નહીં પણ સુતરની માળા પહેરીશ.લીમખેડાના મોટા હાથીધરા મેદાનમાં યોજાયેલી કોંગ્રેસ પક્ષની જાહેર સભામાં કોંગ્રેસના નેતા જ્યોતિરાજે સિંધિયાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-DAH-OMC-LCL-farmers-in-the-country-are-committing-suicide-congress-mp-jyotiraditya-gujarati–5767888-NOR.html