મહિલા કોંગ્રેસ દ્વારા જનતા રેડ
રાજ્યભરમાં દારૂ ના ગેરકાયદેસર ઉત્પાદન અને વેંચાણ સામે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમા મહિલા કોંગ્રેસના જનતા રેડ. સમગ્ર ગુજરાતની કાયદો-વ્યવસ્થા વિહીન સ્થિતી અને બુટલેગરોનું રાજ જોતા ગુજરાત કોંગ્રેસે આવનાર સમયમાં દારૂ-જુગારના અડ્ડા પર ‘જનતા રેડ’ નો કાર્યક્રમ જારી રાખી જનતાનો અવાજ બુલંદ બનાવવા કાર્યકરોને હાકલ કરી. સમગ્ર જગ્યાએ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આપવામાં આવેદન પત્રની નકલ બિડાણ કરેલ છે.