Invitation – વિશ્વાસઘાત દિવસ : 25-05-2018

સમાજના તમામ વર્ગો આજે એવું માનતા થયા છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને પ્રજાની પીઠમાં ખંજર ભોંક્યું છે. ભાજપ સરકાર આવ્યા પછી બંધારણીય સંસ્થાઓને તોડવાનું કામ થયું છે. દેશની અંદર મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલનો ઐતિહાસિક અને કમરતોડ ભાવ વધારો થયો છે. બેરોજગારીનું પ્રમાણ રોજ બરોજ વધી રહ્યું છે. યુવાનોમાં હતાશા વ્યાપી છે. દેશમાં ખેડૂતો પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાયા છે. સમગ્ર દેશમાં અફરા તફરીનો માહોલ ઉભો થયો છે. વેપારીઓના વેપાર ધંધા પડી ભાંગ્યા છે. આવા સંજોગોમાંથી દેશ પસાર થતો હોય ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે જવાબદારી બને છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ તા. ૨૬મી મે, ભાજપના કેન્દ્રીય શાસનના ચાર વર્ષ પૂર્ણ થવાના દિવસને “વિશ્વાસઘાત દિવસ” તરીકે જાહેર કરેલ છે જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારીશ્રી રાજીવ સાતવજી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note