ગુજરાત મોડેલમાં કોઈપણ ક્ષેત્રે ‘મોડેલ’ જેવું કશું જ છે જ નહીં : જોન ડ્રેઝ

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2017, રવિવાર

ગુજરાતમાં સામાજિક પછાતપણું હોવાનો નિર્દેશ કરીને જાણીતા વિકાસ આર્થિક કાર્યકર્તા જોન ડ્રેઝે ઉમેર્યું હતું કે કહેવાતા ‘ગુજરાત મોડેલ’ને મોડેલ ગણી શકાય તેવું કશું જ નથી. તેમણે વધુ જણાવ્યું હતું કે તમે ગમે તે ક્ષેત્રે જુઓ સામાજિક, વિકાસ, માનવવિકાસ ક્રમાંક, બાળવિકાસ ક્રમાંક કે ગરીબીનો રેટ કોઈપણ ક્ષેત્રે ગુજરાત હંમેશા મધ્યમ કક્ષાએ રહ્યું છે. મનરેગાનો મુસદ્દો તૈયાર કરનાર આ અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે અગાઉથી આ સ્થિતિ જ છે. તેમણે ‘ગુજરાત મોડેલ’ને ‘ગુજરાત મડલ’ નામ આપેલું.

તેઓ માને છે કે ગુજરાતમાં કંઇક ખૂટે છે અને તે છે દ્રષ્ટિ ખાનગી ઉદ્યોગોના વિકાસ પર આધારિત વિકાસને વિકાસ કહેવાય નહીં. તેમ જણાવી તેમણે મુડિઝના રેટિંગ પર પણ શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તમે આવા ઇન્ડેક્સની પધ્ધતિને ઉડાણથી જૂઓ તો ખબર પડે તેમાં કંઇ જ નથી તેમણે આધારની સ્કિમ પર પણ શંકા વ્યક્ત કરી હતી.

આધાર સરકાર માટે દરેક વ્યક્તિનો પીછો કરવાનું સાધન બની જશે જેમ જેમ તેમાં વધુને વધુ ડેટા ઉમેરાશે તે બધો જ ડેટા સરકાર ને જોવા મળશે.પાટીદાર અને અન્ય કોમો દ્વારા અનામતની માગણી માટે તેણે કૃષિ વિકાસની મંદીને જવાબદાર ગણાવી હતી અને જણાવ્યું હતું કે જે લોકોની જમીનની કિંમત ઓછીથઇ છે અને વસતિ વધારો થઇ રહ્યો છે તે લોકોએ સહન કર્યું છે. આ ઉપરાંત પણ ઘણા પરિબળો હોય છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/there-is-nothing-like-model-in-any-model-of-gujarat-model-john-drez