મોદીએ ગુજરાતમાં વિશ્વસનિયતા ગુમાવી તે ચૂંટણીએ પુરવાર કર્યું: રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 19 ડીસેમ્બર, 2017, મંગળવાર
કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ રાહુલ ગાંધીએ પક્ષની કમાન સંભાળી લીધી છે અને તે સાથે જ આગામી લોકસભાની ચૂંટણીની પણ તૈયારી કરી લીધી છે. રાહુલે ગુજરાતની ચૂંટણીના પરીણામોને ધ્યાનમાં રાખીને મોદીને ઘેર્યા હતા. તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં મોદીએ ખુબ પ્રચાર કર્યો હતો પણ તેમ છતા ભાજપ બે અંકો પર આવીને અટકી ગઇ છે. આ પરીણામો પરથી પુરવાર થાય છે કે મોદી પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. અને લોકોને મોદીના મોડલ પર હવે કોઇ જ ભરોસો નથી રહ્યો.
રાહુલે જણાવ્યું હતું કે ગુજરાતના આ પરીણામોએ એક સંકેત પણ આપ્યો છે કે જનતા હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. રાહુલે મોદીના ગુજરાત મોડ અંગે પણ વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત મોડલ એક સારો પ્રોપેગંડા જ હતો. જેનુ ખુબ માર્કેટીંગ કરવામાં આવ્યું. પણ મોદીજીનું આ વિકાસ મોડલ ખોખલુ નીકળ્યું. ખરેખર મે ગુજરાત જઇને જાણ્યું કે ગુજરાતની જનતા ખરેખર મોદીના જુઠા વિકાસ મોડલને સ્વીકારી નથી રહી.
રાહુલે જણાવ્યું હતું કે અગાઉ કરતા વધુ બીઠકો કોંગ્રેસે મેળવી છે. આ એક સારુ પરીણામ પણ છે. મોદીએ નિમ્નકક્ષાનો પ્રચાર કર્યો. જેને પગલે તેઓએ પોતાની વિશ્વસનીયતા પણ ગુમાવી દીધી છે. અને તે ગુજરાતના આ વખતના પરીણામો પરથી પણ પુરવાર થઇ ચુક્યું છે. રાહુલે દાવો કર્યો હતો કે મોદીજી જે પણ કંઇ કહી રહ્યા છે તેને હવે કોઇ જ નથી સાંભળતું. અને તે ગુજરાતની ચૂંટણીના પરીણામો પરથી પણ પુરવાર થયું છે. આવનારા દિવસોમાં તમને સ્પષ્ટ ચીત્ર દેખાઇ જશે.
જ્યારે નોટબંધી, જીએસટી અને મોદીના વિકાસ મોડલ અંગે પૂછવામાં આવ્યું તો રાહુલે જણાવ્યું હતું કે મોદીએ ગુજરાતમાં પોતાના પ્રચારમાં ક્યાંય પણ વિકાસની વાત જ ન કરી. ખરેખર હવે જનતાને તેમના પર વિશ્વાસ નથી રહ્યો. મોદીજી અને ભાજપને એમ હતું કે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને ટક્કર નહીં આપી શકે, જોકે જનતાએ આ ચૂંટણીમાં ભાજપને એક મોટો ઝટકો આપ્યો છે. અને કોંગ્રેસની બેઠકો વધારી છે.
See more at: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-election-proved-that-modi-lost-credibility-in-gujarat-rahul#sthash.NaJu99V7.dpuf
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-election-proved-that-modi-lost-credibility-in-gujarat-rahul