રાહુલ ગાંધીના નોટબંધી-જીએસટીને લઇ સરકાર પર પ્રહાર
October 30, 2017, 3:26 pm
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના મુખ્ય કાર્યાલયમાં મહાસચિવો અને રાજ્યના પ્રભારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું નોટબંધીના દિવસે 8 નવેમ્બર કઇ વાતનું જશ્નની ઉજવણી થશે? મને કાંઇ સમજાતું નથી. રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન થયું હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારની બે મોટી આર્થિક નીતિ નોટબંધી અને જીએસટીના કારણે લોકોને ઘણુ દુઃખ થયું છે.
સારા વિચારને કઇ રીતે ભ્રષ્ટ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ જીએસટી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થા પર નોટબંધી અને જીએસટી બે મોટા બોંબ ફોડયા છે. ત્યારબાદ રાહુલે નોટબંધી અને જીએસટીને ટૉર્પીડો બતાવતાં કહ્યું કે એક ટૉર્પીડોએ અર્થવ્યવસ્થાને મોટો ફટકો આપ્યો, તો બીજાએ તેને ડુબાડી દીધી. પહેલો ટૉર્પીડો નોટબંધી હતો, બીજો ઠીક રીતે પસાર નહી કરેલ જીએસટી.
Source: http://sambhaavnews.com/national/double-torpedoes-hit-economy-first-notes-ban-then-gst-says-rahul/