ધંધુકામાં આજે વિજય વિશ્વાસ મહાસંમેલન
ધંધુકા, તા.13 ઓક્ટોબર, 2017, શુક્રવાર
ધંધુકા ખાતે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ મહાસંમેલનનું આયોજન તા.૧૪મી ઓક્ટોબરને શનિવારે સાંજે ૫ વાગે પડાણા રોડ, ફાટક પાસે કરવામાં આવ્યું છે. સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે.
કોંગ્રેસ દ્વારા ધંધુકા, રાણપુર, બરવાળા અને ધોલેરા તાલુકાનું વિજય વિશ્વાસ મહાસંમેલન યોજાનાર છે. જેમાં આગામી વિધાનસભાની ચુંટણીને લયને યોજાનારા સંમેલનમાં અર્જુુન મોઢવાડીયા (પૂર્વ પ્રદેશ પ્રમુખ) ઉપરાંત પ્રદેશ ઉપપ્રમુખ કુંવરજી બાવળીયા, રાજુભાઇ પરમાર તથા ખોડાજી ઠાકોર અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સહીત ઢગલાબંધ કોંગ્રેસના નેતાઓ હાજરી આપી સંમેલનને સંબોધન કરશે.
જેમાં ધંધુકા રાણપુર બરવાળા અને ધોલેરા તાલુકામાંથી આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજરી આપનાર છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/today-s-confidence-convention-in-dhandhuka