પહેલા જ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શું શું બોલ્યાં?
December 16, 2017 | 11:51 am IST
રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. 11 ડિસેમ્બરે તેઓ પાર્ટીના અધ્યક્ષ માટે ચુંટઈ આવ્યાં હતાં. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની હાજરીમાં તેમણે પાર્ટીની કમાન સંભાળી હતી. ભવ્ય સમારોહમાં હાજર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં હાજર રહેલા પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતાં. કોંગ્રેસ પાર્ટીના 49માં અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીનું આ પહેલું સંબોધન હતું.
જાણો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પહેલા સંબોધનમાં શું શું બોલ્યા
કોંગ્રેસે ગ્રેંડ ઑલ્ડ અને યંગ પાર્ટી બનાવીશું : રાહુલ ગાંધી
બીજેપીના લોકો સમગ્ર દેશમાં આગ અને હિંસા ફેલાવી રહ્યાં છે : રાહુલ ગાંધી
કેટલાક નેતા પોતાની અંગત છબી માટે કામ કરે છે : રાહુલ ગાંધી
મને સહનશીલતા પર ગર્વ છે : રાહુલ ગાંધી
એક વાર આગ લાગે છે તેઓ તેને ઓલવવી મુશ્કેલ બની જાય છે.
માત્ર એક જ શક્તિ છે જે તેને રોકી શકે છે અને તે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ.
તેઓ આગ લગાવે છે, અમે ઓલવીયે છીએ.
તેઓ તોડે છે, અમે જોડીએ છીએ.
અમે ભાજપના લોકોને પણ પોતાના ભાઈ બહેન માનીએ છીએ.
અમે નફરતનો મુકાબલો નફરતથી નહીં પણ પ્રેમથી કરીએ છીએ.
અમે તેમના માટે લડીએ છીએ જે એકલા છે અને અમે સૌહાર્દ માટે ઉભા રહીએ છીએ. અમે ઘૃણાની વિરૂદ્ધ પ્રેમ કરીયે છીએ. તેઓ અવાજ દબાવે છે જ્યારે અમે બોલવાની આઝાદી આપીએ છીએ : રાહુલ ગાંધી
હું તમને આશ્વાસન આપવા માંગુ છું કે તમારો અવાજ સમગ્ર હિંન્દુસ્તાનમાં સંભળાશે : રાહુલ ગાંધી
અમારામાં અને તેમનામાં એ જ ફર્ક છે કે તેઓ આગ લગાવે છે, અમે ઓલવીએ છીએ. તેઓ ગુસ્સો કરે છે, અમે પ્રેમ : રાહુલ ગાંધી
આજે તેઓ એટલા માટે જીતી જાય છે કારણ કે તેઓ શક્તિશાળી છે. તેઓ અમારા પર હુમલા કરે છે પરંતુ તેઓ માત્ર અમને હરાવી શકે છે પરંતુ તેમનો ગુસ્સો આપણને મજબુત બનાવે છે. આપણે કમજોર નથી, દેશના ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ : રાહુલ ગાંધી
આજે દેશમાં લોકોને એટલા માટે મારવામાં આવી રહ્યાં છે કારણ કે તેમનો વિશ્વાસ અલગ છે અને તેમના ભોજનને લઈને પણ તેમને મારવામાં આવે છે : રાહુલ ગાંધી
13 વર્ષ પહેલા રાજનીતિમાં આવ્યો. આજ લોકોની સેવા માટે રાજનીતિનો ઉપયોગ નથી થઈ રહ્યો પણ જનતાને કચડવા માટે થઈ રહ્યો છે : રાહુલ ગાંધી
ઈંદિરા ગાંધીની હત્યાના 7 વર્ષા બાદ મારા પતિની હત્યા થઈ. ત્યાર બાદ મારે પાર્ટીના કાર્યકર્તાઓનો અવાજ સાંભળવો પડ્યો. મને લાગ્યું કે આ જવાબદારીને નકારવાથી ઈન્દિરાજી અને રાજીવજીના બલિદાન વ્યર્થ જશે. પોતાના કર્તવ્યને સમજ્યા બાદ હું રાજનીતિમા આવી : સોનિયા
હું પોતાને અને મારા બાળકોને રાજનીતિથી દૂર રાખવા માંગતી હતી. મારા પતિએ દેશની જવાબદારીને સમજી વડાપ્રધાન પદ ગ્રહણકર્યું. તે દિવસોમાં મેં આખા ભારતનું ભ્રમણ કરેલું : સોનિયા ગાંધી
હું એક ક્રાંતિકારી પરિવારમાંથી આવી. આ પરિવારના લોકોએ દેશ માટે ધન, દોલત અને જીવન ખપાવી દીધું. ઈન્દિરાજીએ મને પુત્રીની માફક સ્વિકારી. જ્યારે ઈન્દિરાજીની હત્યા થઈ તો મને લાગ્યું કે જાણે મારી માતા મારાથી છીનવાઈ ગએ. આ અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું : સોનિયા
જ્યારે હું અધ્યક્ષ પદ માટે ચૂંટાઈ ત્યારે આ પ્રકારે જ સંબોધન માટે ઉભી હતી. મારા દિલમાં ખુબ જ ગભરાટ હતો. વિચારી પણ શકતી ન હતી કે આ ઐતિહાસિક સંગઠનને કઈ રીતે સંભાળીશ : સોનિયા
ફટાકડાના અવાજના કારણ ખલેલ પડવાથી સોનિયા ગાંધીએ ભાષણ અટકાવ્યું
સ્ટેજ પરથી ફટાકડા ન ફોડવાનો અનુંરોધ
હવે એક નવા નેતૃત્વની આશા તમારી સામે છે : સોનિયા ગાંધી
રાહુલને કોંગ્રેસ અધ્યક્ષ નામિત કરવાનું પ્રમાણપત્ર આપવામાં આવતા હું તેમને શુભકામનાઓ અને આશીર્વાદ આપું છું : સોનિયા ગાંધી
કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા
મને વિશ્વાસ છે કે રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસ નવી ઉંચાઈએ પહોંચશે : મનમોહન સિંહ
કોંગ્રેસના ઈતિહાસમાં આજનો દિવસ મહત્વપૂર્ણ : મનમોહન
રાહુલ ગાંધીના શપથ ગ્રહણ સમારોહને સંબોધિત કરતા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
Source: http://sandesh.com/congress-president-rahul-gandhis-first-speech/