ઉત્તર-મધ્ય ગુજરાતના MLAને સાંભળશે નિરીક્ષકો, રાહુલ જાહેર કરશે વિપક્ષ નેતા
Jan 04, 2018, 11:09 AM IST
અમદાવાદ: કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા નિમવા માટે ધારાસભ્યોની મળેલી બેઠકમાં પરેશ ધાનાણી સાથે અન્ય ત્રણ ઉમેદવારોએ દાવેદારી કરી છે. બે સિનિયર ધારાસભ્ય કુંવરજી બાવળિયા, વિરજી ઠુમ્મર ઉપરાંત અન્ય એક દાવેદાર બ્રીજેશ મેરજાએ પણ વિરોધ પક્ષના નેતા બનવાની તૈયારી દર્શાવી છે. જોકે મોવડી મંડળે પરેશ ધાનાણીનું નામ નક્કી કર્યુ હોવાથી કોંગ્રેસ ઓબીસી કાર્ડ રમવા માટેની તૈયારી કરી છે. કોંગ્રેસ કાર્યાલયે બુધવારે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સાંભળવામાં આવ્યા હતા. હવે ગુરુવારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સાંભળવામાં આવશે.
બે નિરીક્ષકો પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસીંગે ધારાસભ્યોને સાંભળ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો પ્રદેશ કોંગ્રેસ આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ પ્રથમ વિરોધ પક્ષના નેતા તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જે વ્યકિતને વિરોધ પક્ષના નેતા બનાવે તેને સર્વસહમતિથી સ્વીકારવાનો ઠરાવ કર્યો હતો.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-north-and-madhya-gujarat-congress-mlas-meeting-observer-NOR.html