સુરત જિલ્લામાં ભાજપની ગૌરવ વિકાસ યાત્રાનો કોંગ્રેસે વિરોધ કર્યો

બારડોલી, તા.14 ઓકટોબર 2017,શનિવાર

ગુજરાત ગૌરવ વિકાસ યાત્રાનો આજે સુરત જિલ્લામાં પ્રવેશ થતા કોંગ્રેસ દ્રારા ઠેર ઠેર વિરોધ કરાયો હતો. બારડોલી ખાતે કાળા વાવટા સાથે ઉભેલા ૩૫ કાર્યકરોને નજર કેેદ કરાયા હતા. જ્યારે કામરેજના ડુંગર અને મવાછી ખાતેથી ૨૮ અને માંડવીના અરેઠ થી ૨૨ કાંેગ્રેસના કાર્યકરોને ડીટેઇન કરતા પોલીસને પરસેવો પડયો હતો.

ગુજરાત ગૌરવ વિકાસ યાત્રા અંતિમ તબક્કામાં આજે શનિવારે સુરત જિલ્લામાં ફરી હતી. મુખ્યમંત્રી વિજય રૃપાણીની ગેરહાજરીમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી વિકાસ યાત્રા લઇને પલસાણા તાલુકાના પુણી ગામેથી પ્રવેશ કર્યો હતો. ગૌરવ યાત્રાનો કોંગ્રેસ દ્રારા વિરોધ કરવાની નીતિ બનાવવામાં આવી હતી. જેના ભાગ રૃપે બારડોલી ખાતે કાર્યાલય પર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભેગા થયા હતા. સવારે ૧૧ વાગે કોંગ્રેસના વિરોધની જાણ થતાજ પોલીસ અધિકારીઓનો કાફલો કોંગ્રેસ ઓફિસે જઇને ૩ મહિલા સહિત ૩૫ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ટીડેઇન કરીને બારડોલી પોલીસ મથકે નજર કેદ કર્યા હતા.

ગૌરવ યાત્રાનો રથ બારડોલીથી શામપુરા રોડ પર આગળ જતા ખરવાસા ગામે સ્વાગત બાદ મવાછી ખાતે ખરવાસા નહેરના રસ્તે તથા ડુંગર ચીખલી ખાતે કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ કાળા વાવટા સાથે અચાનક ધસી આવતા પોલીસે બળ પ્રયોગ કરી કોંગ્રેસ કાર્યકરો સાથે ઘર્ષણ કરી મવાછી ખાતેથી ૧૮ અને ૧૦ આગેવાનોને ડુંગર ચીખલી થી ડીટેઇન કરીને કામરેજ પોલીસ મથકે લઇ ગયા હતા.

જ્યારે વિહાણ ગામે સભા પુર્ણ થતા માંડવી તાલુકાના અરેઠ ગામે જાહેરસભા સ્થળે જતા રસ્તામાં કોંગ્રેસના કાર્યકરાએેે વિરોધ કરતા કાર્યકરોને ડીટેઇન કરી માંડવી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૃપાણીની ગેરહાજરી ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો મુદ્દો બની ગયો હતો.

See more at: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/congress-opposes-bjp-s-glorious-development-journey-in-surat-district#sthash.53X5CRxE.dpuf