કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ CWCની પહેલી બેઠક યોજી, 2G ચુકાદો,ગુજરાત ચૂંટણી વિશે ચર્ચા

નવી દિલ્હી, તા. ૨૨

કોંગ્રેસમાં નિર્ણય લેનાર ઉચ્ચ સંસ્થા કોંગ્રેસે વર્કિંગ કમિટી (સીડબલ્યુસી) એ આજે નવી દિલ્હીમાં બેઠક મળી. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર સીડબલ્યુસીની બેઠક બોલાવવામાં આવી હતી. ઉચ્ચ સ્તરીય બેઠેકે એવે સમયે યોજાઈ છે કે જ્યારે એક દિવસ પહેલા ૨ જી કૌભાંડમાં પાર્ટીના ટોચના નેતાઓને સીબીઆઈ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં.

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર પ્રચાર કરીને પાર્ટીનું પ્રદર્શન સુધાર્યું છે. સેન્ટ્રલ દિલ્હીમાં ૧૦ જનપથ ખાતે આવેલા કોંગ્રેસના મુખ્યાલયમાં યોજાયેલી સીડબલ્યુસી બેઠકમાં રાહુલની ઉપરાંત, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યાં હતા. આજ રોજ યોજાયેલી બેઠકમાં રાહુલ ૨ જી ચુકાદો અને ગુજરાતના ચૂંટણીના પરિણામો વિશે ચર્ચા કરે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસ ૨ જી કૌભાંડ પરના વિશેષ અદાલતના ચુકાદાને લોકમાં લઈ જવા માંગે છે જે માટે એક રૂપરેખા ઘડવામાં આવી રહી છે. આ સંદર્ભમાં સીડબલ્યુસીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવી શકે છે. યુપીએ ૨ ના રાજમાં કથિત ભ્રષ્ટાચારને કારણે સરકારનું પતન થયું હોવાનું માનવામાં આવતું હતું.

આ સંબંધના બીજા એક ઘટનાક્રમમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડી અને થીરૂવનંતપુરમના સાંસદ શશી થરૂરેને સીડબલ્યુસીમાં સમાવવામાં આવી શકે છે. તેમને કાયમી અથવા તો વિશેષ આમંત્રિત તરીકે પાર્ટીની ઉચ્ચ સ્તરિય સંસ્થામાં સમાવવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

Source: http://www.gujarattoday.in/%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%85%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%87-%E0%AA%B0/