૧૪મીથી અશોક ગેહલોતની આગેવાનીમાં કોંગ્રેસની જનસંપર્ક યાત્રાઃ ૧ કરોડ લોકો સુધી પહોંચવા આયોજન
Wednesday, 8th November, 2017
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સંદર્ભે કોંગ્રેસે જનસંપર્ક યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ ૧૪મી નવેમ્બરથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતની આગેવાનીમાં જનસંપર્ક યાત્રાની શરૂઆત કરશે.
વિધાનસભાની ૧૮૨ બેઠકમાં એક કરોડથી વધારે મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસે જનસંપર્ક યાત્રાનું આયોજન કર્યું છે.
આ યાત્રામાં કોંગ્રેસે કરેલા કામો અને ભાજપ સરકારના કામોનો તફાવત જનતા સુધી પહોંચાડવામાં આવશે.
Source: http://www.akilanews.com/08112017/gujarat-news/1510125172-65746