પક્ષપલ્ટુઓ સામે કોંગ્રેસનું હલ્લાબોલ, આજથી જનઆર્શીવાદ સંમેલનો શરૂ કરાયાં
– 14 પાટલી બદલુઓને સબક શીખવાડવા કોંગ્રેસે હથિયાર સજાવ્યાં
– શંકરસિંહ વાઘેલાના મતવિસ્તાર કપડવંજમાં જનઆર્શીવાદ સંમેલન, કેસરિયો ખેસ પહેરનારાં બાગીઓ સામે જંગ
અમદાવાદ, તા.4 ઓકટોબર 2017,બુધવાર રાજયસભાની ચૂંટણી વખતે ભાજપના શામ,દામ-દંડ ભેદન નીતિ સામે ઝૂકીને પક્ષપલ્ટુ કરનારાંઓ સામે કોંગ્રેસે જંગ છેડયો છે. ૧૪ પાટલીબદલુ ધારાસભ્યોના મતવિસ્તારમાં કોંગ્રેસે જનઆર્શિવાદ સંમેલનો શરૃ કર્યાં છે.
રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદફરોત શરૃ કરી હતી. ૧૪ ધારાસભ્યોએ એ વખતે કેરસિયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પક્ષે તેમની કદર કરી,પ્રજાએ પંજાના નામે મતો મેળવ્યાં,હવે નાણાં લઇને પક્ષપલ્ટો કર્યો તેવા કોંગ્રેસી નેતાઓ આક્ષેપ કર્યા છે.
આ પાટલીબદલુઓ સામે મતદારો રોષે ભરાયાં છે જેથી કોંગ્રેસે બુધવારથી ઠાસરા,માણસા અને ગોધરામાં જનઆર્શિવાદ સંમેલનો યોજીને પક્ષપલ્ટુ ધારાસભ્યોને ચૂંટણીમાં હરાવવા મતદારોને અપીલ કરી હતી. ૬ઠ્ઠીએ શંકરસિંહ વાઘેલાના મતવિસ્તાર કપડવંજમાં જનઆર્શિવાદ સંમેલન યોજાશે.
કોંગ્રેસે સિધ્ધપુર, વિજાપુર, બાયડ, માણસા, સાણંદ, વિરમગામ, જસદણ, જામનગર ઉત્તર-દક્ષિણ, ઠાસરા, વાંસદા, બાલાસિનોર, ગોધરામાં જનઆર્શિવાદ સંમેલન યોજવા નક્કી કર્યું છે.
See more at: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-s-haloball-against-bi-partisans-today-s-janaashvash-conventions-started#sthash.wzM21kS5.dpuf