કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મહિલાલક્ષી હશે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને હાઉસીંગને પ્રાધાન્ય

નવી દિલ્હી : કેજી થી પીજી સુધી છોકરીઓને વિનામૂલ્યે શિક્ષણ, ઘરની ગૃહીણીના નામે એક મકાન, ફ્રી ઇન્સ્ટીટયુશનલ ડિલીવરીઝ અને ગરીબોને પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર સહિતના વચનો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં હશેઃ

છેલ્લા ર૪ વર્ષથી ગુજરાતમાં સત્તાથી દુર કોંગ્રેસે આ વખતે ચૂંટણી ઢંઢેરો મહિલાલક્ષી બનાવવાનું નક્કી કર્યુ છેઃ ચૂંટણીમાં મહિલાઓ મુખ્ય ભુમિકા ભજવશે એવુ જણાતા કોંગ્રેસે મહિલાઓને આકર્ષવા પ્રયાસ કર્યો છેઃ

કોંગ્રેસના એક નેતાના જણાવ્યા પ્રમાણે સમગ્ર ચૂંટણી ઢંઢેરો પરિવારને ખુશી મળે એ માટેનો હશેઃ એક મહિલા શું ઇચ્છે ? સારૂ શિક્ષણ, સારૂ આરોગ્ય, સારૂ પોષણ, સારી જોબ, લઘુતમ પગાર અને પોતાનુ ઘર આ બધુ અમે ચૂંટણી ઢંઢેરામાં આવરી લેશુઃ કોંગ્રેસે ભાવ વધારો ડામવા, બેકારીની સમસ્યા ઉકેલવા, હાઉસીંગ અને શિક્ષણ ક્ષેત્રે ધરખમ પરિવર્તનો લાવવાનું નક્કી કર્યુ છે.

Source: http://www.akilanews.com/15112017/main-news/1510724852-117863