‘CM-મંત્રીઓનો અહમ ઘવાતા જનતા પર આતંક ફેલાવવા પોલીસને છૂટો દૌર’
પાટીદાર આંદોલન બાદ રાજ્યમાં હિંસાના મુદ્દે ગુજરાત વિધાનસભામાં આજથી શરૂ થયેલા ચોમાસું સત્ર કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. આજે શોક દર્શક અબ્દુલ કલામ અને સુરતના ધારાસભ્ય અંગે શોક દર્શક ઉલ્લેખ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામાની માંગ કરી હતી. જોકે, અધ્યક્ષે સમજાવતા કોંગ્રેસના સભ્યોએ હાલ પુરતી શાંતિ જાળવી હતી.
શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર દિશાવિહીન, અધોગતિશીલ છે. અણધડ વહીવટના કારણે ગુજરાતમાં અંશાતિ પેદા થઈ છે. ગુજરાતમાં કોના કહેવાથી અખતરા કરવામાં આવે છે. પૂર્વ યોજીત લાઠીચાર્જ કોની સૂચનાથી થયો? આંદોલનમાં શરૂઆતથી જ સરકારનું અહંકારી વલણ રહેતા ગુજરાતમાં અંશાતિ પેદા થઈ છે. મુખ્યમંત્રી અને મંત્રીઓનો અહમ ઘવાતો હોય તેમ બદલો જનતા પર લેવા માટે પોલીસને આતંક ફેલાવવાની પરવાનગી આપી રહી છે. ગુજરાત કોંગ્રેસ જનતાને શાંતિની અપીલ કરે છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1190514-NOR.html