રાજસ્થાન પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ચાર બેઠક જીતી
જયપુર, તા. 19 ડીસેમ્બર, 2017, મંગળવાર
ગુજરાતમાં કોંગ્રેસને મળેલી સફળતા પછી પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ એને સફળતા મળી છે. આજે જાહેર થયેલા જિલ્લા પંચાયતની પેટા-ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર કબજો કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયતની ચાર અને તાલુકા પંચાયતની ૨૭માંથી ૧૬ બેઠકો કબજે કરી હતી. જ્યારે ભાજપને પંચાયત સમિતિમાં સાતથી જ સંતોષ માનવો પડયો હતો.
ચાર જિલ્લા પંચાયતો પૈકી સત્તાધારી ભાજપની પાસે એકજ બેઠક હતી જે આ વખતે કોંગ્રેસને મળી. પેટા ચૂંટણીમાં ૧૯ જિલ્લા પંચાયતની ૨૭ બેઠકો અને ૧૨ જિલ્લાના ૧૪ મગરપાલિકાઓ પૈકી ચાર પર કોંગ્રેસે કબજો કર્યો હતો. પ્રદેશ પ્રમુખ સચીન પાયલોટે પરિણામો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં ભાજપની ઉંધી ગણતરી શરૃ થઇ ચૂકી છે. કોંગ્રસ છેલ્લા ચાર વર્ષોથી લોકોની લાગણીઓને વાચા આપી રહી છે. મુખ્ય મંત્રી વસુંધરા રાજેના પુત્ર સાંસદ દુષ્યતં સિંહના ગઢ માનવામાં આવતા બાર જિલ્લામાં ભાજપને હારનો સામનો કરવો પડયો હતો.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/in-the-bypoll-of-the-rajasthan-panchayat-elections-congress-won-four-seats