આંબેડકરે બનાવેલ સંવિધાન જોખમમાં, ભાજપ કરી રહ્યું છે ગુપ્ત રીતે ગડબડ: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાઅ કહ્યું કે દેશના સંવિધાન માટે ભાજપ જોખમી છે. આંબેડકરના સંવિધાન પર જોખમ છે. દરેક ભારતીય નાગરિકની ‘સુરક્ષા’ કરવી કોંગ્રેસની જવાબદારી છે.
કોંગ્રેસના 133માં સ્થાપના દિવસના પ્રસંગે પાર્ટીના સભ્યોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સંવિધાનમાં ગુપ્ત રીતે ગડબડ કરી રહ્યું છે. આજે દેશમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે છેતરપિંડીની એક જાળ છે. ભાજપ એ આઇડિયા સાથે કામ કરી રહ્યું છે જુઠાણાનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કરી શકાય છે અને આજ અમારા અને ભાજપ વચ્ચેનું અંતર છે. અમે સારુ કામ ન કરી શક્યા તેથી અમે હારી ગયા પરંતુ સત્યનો રસ્તો ન છોડ્યો.
Source: http://www.meranews.com/news/view/br-ambedkars-constitution-is-in-danger-rahul-gandhi