શક્તિસિંહ ગોહીલ: ભાજપ સરકારે ખેડૂતોની દિવાળી બગાડી

Oct 15, 2017, 11:26 PM IST

હિંમતનગર: હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા ચુંટણી લક્ષી કાર્યકરો અને સ્થાનિકો નુ જનઆશીર્વાદ સંમેલન યોજવામાં આવ્યું હતુ જેમાં પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવાના મામલે પાટીદારો પર ખોટા કેસ કર્યા હોવાને કારણે સરકારને કેસ પાછા ખેંચવા પડ્યા હોવાનું જણાવાયું હતું.

સાબરકાંઠાના હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ દ્રારા શકિતસિંહ ગોહીલની ઉપસ્થિતીમાં સંમેલન યોજાયું હતુ અને જેમાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસી નેતા શકિતસિંહે જીએસટી અને નોટબંધી સહીત અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. ખેડુતોને ટેકાના ભાવો લાભ પાંચમ પછી આપવાની સરકારની નીતી થી ખેડુતોની દીવાળી બગડી હોવાનુ જણાવી સરકારની નીતી ખેડુત વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.
હિંમતનગરમાં જન આશીર્વાદ સંમેલન યોજાયું

આ ઉપરાંત હાલમાં પાટીદારો એ આંદોલન દ્રારા સરકારને ઘેરવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સરકારે પણ પાટીદારો સામેના કેસો પાછા ખેંચવાની કરેલી જાહેરાત ને લઇને સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે સરકારે જે તે સમયે કરેલા કેસો જ ખોટા હતા માટે પાછા ખેંચ્યા છે. ખોટા કેસો કર્યા હોઇ સરકારના જવાબદાર ફરીયાદીઓ સામે પગલા ભરવાની માંગ સાથે સરકારે ખોટા કેસો કરાવી હવે ખોટા કેસોની પાછા ખેંચી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસની સરકાર આવશે તો આવા કેસો કરનારા સામે પણ કાર્યવાહી કરવાની ખાત્રી આપી દીધી હતી.પાટીદારોના કેસ પાછા ખેંચવાના મામલે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે અને પાટીદાર વોટને અંકે કરવા ખેલ શરૂ થઇ ગયો છે.

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-bjp-government-spoiled-farmers-diwali-shaktisinh-gohil-gujarati-news-5721833-NOR.html