વિજય રૂપાણી અને ભાજપ તંત્રનો દુરુપયોગ કરે છે: ઇન્દ્રનીલ રાજ્યગુરુ
અમદાવાદ : રાજકોટમાં મુખ્ય પ્રધાન સામે ચૂંટણી લડનારા કોંગ્રેસના ઉમેદવાર ઉપર ભાજપના કાર્યકરોએ કરેલા હુમલાને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે વિજય રૂપાણી અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો હતો.
રાજકોટમાં ભાઈ ઉપર થયેલા હુમલાથી નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આડે હાથ લેતા કહ્યું હતું કે, વિજયભાઈ તમે તંત્રનો દુરુપયોગ આખું વર્ષ કરતા આવ્યા છો. રાજકોટમાં કોંગ્રેસનાં બેનરો ઊતરે અને ભાજપના ના ઊતરે તેવો રાજકોટ મનપાનો તેમણે ઉપયોગ કર્યો છે. રાજકોટ શહેરના વોર્ડ-૩ના ભાજપના પ્રમુખે અમારા વોર્ડ-૩ના પ્રમુખ ઉપર સરાજાહેર હુમલો કર્યો હતો ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી ન હતી. આ ઉપરાંત ભાજપ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચૂંટણી પંચનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટની બેઠક ઉપર મારું ફોર્મ રદ કરાવવાનો ભાજપ અને વિજય રૂપાણીએ હીન પ્રયાસ કર્યો હતો. નીતિનભાઈ અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખના ઇશારે આ હુમલો કરાયો હતો. ભાજપ ડરી ગયું છે. વડાપ્રધાન કરતાં મારી સભામાં વધુ જનમેદની એ મારો જવાબ હશે.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=387537