મોરવાહડફના અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને કર્યો ટેકો જાહેર

ગુજરાત વિધાનસભા 2017માં મોરવાહડફમાંથી અપક્ષ તરીકે જીતેલા ઉમેદવાર ભૂપેન્દ્ર ખાંટે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે બે અપક્ષ ઉમેદવારો જીત્યા, તેમાંથી એક છે. ખાંટે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી પણ તે ન મળતાં, તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. અને જીત મેળવી હતી.

ભૂપેન્દ્ર ખાંટ આજે શનિવારે અમદાવાદમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. તેમણે પોતાનો અભિપ્રાય જણાવતા કોંગ્રેસને બીનશરતી ટેકો જાહેર કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે બીજા અપક્ષ ઉમેદવાર કે જે લુણાવાડામાંથી જીત્યાય હતા તે રતનસિંહ ઠાકોરને ભાજપમાં જોડાઈ જવા કહેવામાં આવ્યું હતુ. જોકે તેમણે ભાજપમાં ન જોડાતા, ભાજપને બહારથી બીનશરતી ટેકો જાહેર કર્યો હતો. તેઓ ગઈકાલે કમલમ્ ખાતે મંત્રી અને ઉપમંત્રીની પસંદગી વખતે પણ હાજર રહ્યાં હતા.

કોંગ્રેસે લુણાવાડામાં બહારના ઉમેદવાર પરાંજયદિત્ય પરમારને ટિકિટ આપી હતી. તે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના જમાઈ છે. રતનસિંહ રાઠોડ પણ કોંગ્રેસના બળવાખોર સભ્ય હતા. તેમણે ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમને તે કારણે કોંગ્રેસમાંથી સસપેન્ડ કરવામાં આવ્યા હતા. તે ચૂંટણી જીતી ગયા હતા. જોકે કોંગ્રેસે તેમને સમજાવીને કોંગ્રેસમાં જોડાઈ જવા સમજાવી શક્યા હોત. પણ કોંગ્રેસે કોઈ પ્રયત્ન ન કરતાં, ઠંડુ વલણ અપનાવતા, રતનસિંહને ભાજપમાં જોડાવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જોકે રતનસિંહે દબાણને વશ ન થતાં ભાજપમાં જોડાવા નનૈયો ભણી દીધો હતો. તે પછી તેમણે ભાજપને બહારથી બીનશરતી ટેકો જાહેર કર્યો હતો.

Source: http://sandesh.com/bhupendra-khant-independent-mla-supports-congress-from-out-side/