આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિન

ભાવનગર, તા.7 નવેમ્બર, 2017, મંગળવાર

સમગ્ર દેશમાં નોટબંધી નિર્ણયને આજે ૮ નવેમ્બરના રોજ ૧ વર્ષ પુરો થયો છે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અણવિચાર્યા આ પગલાના કારણે સમગ્ર સમાજના તમામ રોજગારો તેમજ તમામ વેપારી વર્ગ સહિતનાએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. તેમજ દેશના અર્થતંત્રને મોટી માઠી અસર પડી છે.

૮ નવેમ્બરને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવશે. ગુજરાત પ્રધેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર પ્રજાકીય આ પ્રશ્નને વાંચા આપવા સમગ્ર ગુજરાત રાજ્યના તમામ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૮ને બુધવારે શહેર જિલ્લાના મુખ્ય રસ્તાઓ ઉપર કાળી પટ્ટી પહેરી પ્રદર્શન કરવા આદેશ અપાયો છે.

જેના ભાગરૃપે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બુધવારે બપોરે ૧૨ કલાકે શહેર કોંગ્રેસ કાર્યાલય ભીડભંજન ચોકમાં આજે આ દિવસને કાળો દિવસ ઓળખવામાં આવશે અને કાળી પટ્ટી પહેરી પ્રદર્શન કરશે. ભાજપની રીતી-નીતિ સામે સુત્રોચ્ચાર કરશે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, કોર્પોરેટરો, યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન.એસ.યુ.આઇ. અને અન્ય સેલ ડીપાર્ટમેન્ટના આગેવાનો, કાર્યકરોને ખાસ ઉપસ્થિત રહેવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષી અને ભાવ. મ્યુ. વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે યાદીમાં જણાવાયું છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar/black-day-against-noticias-today