રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેના શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે ભરતસિંહ
December 16, 2017 | 12:40 am IST
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થઈ ગયાં છે. તેઓ આવતી કાલે રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેનાં શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે. એ સાથે તેઓ ગુજરાતનાં બીજા તબક્કાનાં મતદાન વિશે પણ રાહુલને માહિતી આપશે.
સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ભરતસિંહ સોલંકી દિલ્હી જવા રવાના થઈ ગયાં છે. તે રાહુલ ગાંધીના અધ્યક્ષ તરીકેનાં શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે. સાથે ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન વિશે પણ રાહુલ ગાંધીને માહિતી આપશે. રાહુલ ગાંધી દિલ્હીમાં શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે શપથ લેશે.
Source: http://sandesh.com/bharatsinh-solanki-will-present-in-oath-ceremony-of-rahul-gandhi/