આગામી ચૂંટણીમાં ગુજરાતમાં બનશે કોંગ્રેસની સરકારઃ અલ્પેશ ઠાકોર

November 22, 2017, 5:20 pm

ગુજરાતઃ કોંગ્રેસ દ્વારા પાટીદારોને એક નવી ફોર્મ્યુલા આપવામાં આવી છે ત્યારે હવે આ મામલે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે વધુ એક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે અમે આ ફોર્મ્યુલાને આવકારીએ છીએ. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતાં. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ પણ જણાવ્યું હતું.

અલ્પેશ ઠાકોરે વધુ નિવેદન આપતાં જણાવ્યું કે અનામતનાં મુદ્દાને હવા આપીને ભાજપ બીજા મુદ્દાઓને છુપાવી રહ્યું છે. અમારી સંવૈધાનીક માગો પણ ભાજપે પુરી નથી પાડી. લોકોએ ભાજપની સરકારને જાકારો આપવાનું કામ કરવાનું છે. ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે હવે કોંગ્રેસની જ સરકાર બનાવીશું.

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા પણ હાલ સામે આવી રહી છે. હાર્દિક પટેલની જાહેરાતને પણ અલ્પેશ ઠાકોરે આવકારી છે. ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થયું. તેમજ ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે.

રાજ્ય સરકાર પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ અનામતનાં મુદ્દાને હવા આપી બીજાં અન્ય મુદ્દાઓને છુપાવી રહ્યું છે. સાથે આગામી ચૂંટણીને લઇ નિવેદન આપતા અલ્પેશે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર તો કોંગ્રેસની જ બનશે. કેમ કે ગુજરાતમાં ચારે બાજુ કોંગ્રેસનાં પ્રચાર-પ્રસારે ભારે રંગ જમાવી દીધો છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આર્થિક અનામતની વાત કરી હતી. અને આનંદીબેનનાં નિર્ણયને મે આવકાર્યો પણ હતો. આ સિવાય વધુમાં ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતમાં ગરીબ, પછાત અને ખેડૂતનાં હકની વાત કરો.

જે લોકોને અનામતને લઇ સંવિધાનિક અધિકારો મળેલા છે તેમનો પણ આ સરકારમાં કેમ વિકાસ નથી થતો. ગુજરાતમાં ખેડૂતોનાં દેવા માફીનો પ્રશ્ન પણ હજી હલ નથી થયો. ભ્રષ્ટાચારથી થતી સરકારથી ભરતી અંગે તમે જવાબ આપો.

સાથે અમે રાજ્ય સરકાર જોડે સ્કૂલ માગી, કોલેજ માગી તેમજ યુનિવર્સિટીઓ માગી તો પણ સરકારે કેમ ન આપી. આ સિવાય ગુજરાતમાં દારૂબંધી થાય ને તેનું અમલીકરણ કેમ ન આપ્યું તેનો સરકાર જવાબ આપે.

Source: http://sambhaavnews.com/gujarat/alpesh-thakor-affirms-congress-stand-on-patidar-reservation-prior-gujarat-assembly-polls/