Ahmed Patel Speech – GST ને લઈને વેપારીઓ દ્વારા વિરોધ મુદ્દે : 20-07-2017

જીએસટી ના અમલને લઈને ગુજરાત અને દેશભરમાં ટેક્ષટાઈલ્સ વેપારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવામાં આવ્યો છે સમગ્ર દેશમાંથી આવેલ વેપારીઓએ સાથે મળવાનું થયું છે તેના ઉપરથી કહું છું કે, વેપારીઓનો ડર બેબુનિયાદ નથી ત્યારે સમગ્ર દેશના કાપડના વેપારીઓની વેદના-ડર ને રાજ્ય સભામાં રજૂ કરતા એ.આઈ.સી.સી. ના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે, જે લોકો વિરોધ કરે છે તે અને કોંગ્રેસ પાર્ટી જીએસટીની વિરૂધ્ધમાં નથી અને આવું એટલા માટે કહું છું કે, આપ તેને રાષ્ટ્ર વિરોધી કહીને મારી વાતને રદ્દ ન ગણો. વેપારીઓની સમસ્યા જીએસટીને લાગુ કરવાની પ્રક્રિયાથી છે. તેમનામાં ગુસ્સો છે એટલા માટે છે કે, સરકાર તેમની વાતો અને સમસ્યા સાંભળવાનો પણ ઈન્કાર કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note