કોંગ્રેસના અહમદભાઈ પટેલ, ભરતસિંહ સહિતના અગ્રણીઓ જંબુસર પહોંચ્યા
જંબુસર,તા.૩૧
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના પ્રવાસનો પ્રારંભ આવતીકાલ તા. ૧-૧૧-૧૭ના રોજ જંબુસર ખાતેથી થનાર છે.
ત્યારે જંબુસર રીંગ રોડ ઉપર બેન્ક ઓફ બરોડાની સામે આવેલ સિટી ગ્રાઉન્ડમાં સવારના ૧૦-૩૦ કલાકે યોજાનારી સભાના આયોજનથી તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને સભા સ્થળને આખરી ઓપ આપવા શહેર તથા તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ અગ્રણીઓ, કાર્યકરો, જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ, પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા અન્ય પદાધિકારીઓ જંબુસર સ્થિત સભા સ્થળે આવી પહોંચ્યા હતા અને સભા સ્થળે અપાતા આખરી ઓપનું નિરીક્ષણ કરી ઉપસ્થિત જિલ્લા તથા શહેર તાલુકાના કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
Source: http://www.gujarattoday.in/congress-na-ahmedbhai-patel-bharatsinh-solanki/