શિવ વિષ્ણુ અને મહાત્મા ગાંધીના ઉદાહરણ આપીને રાહુલ ગાંધીએ જિલ્લા અધ્યક્ષોને આપ્યું પ્રશિક્ષણ
10મી તારીખથી ભવનાથના પ્રેરણા ધામમાં ગુજરાત કોંગ્રેસના 42 જિલ્લા પ્રમુખોના પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ થયો છે, જે 19મી તારીખ સુધી ચાલવાનો છે. ત્યારે આજે પ્રશિક્ષણના ચોથા દિવસે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ બપોર બાદ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહીને ઉપસ્થિત જિલ્લા અને મહાનગરના પ્રમુખોને પાર્ટી લેવલની શીખ આપી હતી. રાહુલ ગાંધીએ આજે ઉપસ્થિત પાર્ટીના તમામ પ્રમુખો અને અગ્રણી નેતાઓને ભગવાન વિષ્ણુ મહાદેવ અને ગાંધીજીના દ્રષ્ટાંત સાથે રાજકારણમાં કઈ રીતે કામ કરી શકાય તેની શીખ આપી હતી.
કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીની હાજરી
જુનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણાધામમાં કોંગ્રેસની દસ દિવસની જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર 10મી તારીખથી શરૂ થઈ છે. આજે પ્રશિક્ષણ વર્ગના ત્રીજા દિવસે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ જુનાગઢ ખાતે સ્વયમ હાજર રહીને ઉપસ્થિત તમામ જિલ્લા પ્રમુખોને પાર્ટી લેવલનું સંગઠનનું કામ કરવા માટેની કેટલીક પ્રાથમિક સૂચનાઓ અને દેશના અન્ય રાજ્યોમાં કઈ રીતે કામ થાય છે, તેના દ્રષ્ટાંત સાથે જિલ્લા અને મહાનગરોના પ્રમુખની સાથે રાજ્યના અગ્રણી નેતાઓને પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ આપી હતી. રાહુલ ગાંધી ત્રણ કલાક કરતાં વધારે સમય પ્રશિક્ષણ વર્ગમાં રોકાયા હતા. જેમાં તેમણે યોગ અને પ્રાણાયામ કરીને પણ જિલ્લા અને મહાનગરના પ્રમુખોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે સૂચના પણ આપી હતી.
Read More